VIDEO: વિવાદાસ્પદ નિવેદનને લઈને કોંગ્રેસ દ્વારા ઉગ્ર પ્રદર્શન
ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓએ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતના વિવાદાસ્પદ નિવે

ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓએ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતના વિવાદાસ્પદ નિવેદન સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં એકઠા થયેલા કાર્યકર્તાઓએ કંગના રનૌત વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેમનું પુતળું દહન કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. પ્રિયંકા ગુપ્તા અને અન્ય આગેવાનોના નેતૃત્વમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ કંગના રનૌતના નિવેદનોને અત્યંત આપત્તિજનક ગણાવ્યા હતા અને તાત્કાલિક માફી માંગવાની માંગ કરી હતી.




