Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : CJP-Congress hits back at Kangana's controversial statement on Gen-Z, know what she said?

કંગનાના Gen-Z મુદ્દે વિવાદાસ્પદ નિવેદન પર CJP-કોંગ્રેસના વળતાં પ્રહાર, જાણો શું કહ્યું?

Timeછેલ્લું અપડેટ : 28 Jul 2026
લાઇવ ટીવીGoogle News
કંગનાના Gen-Z મુદ્દે વિવાદાસ્પદ નિવેદન પર CJP-કોંગ્રેસના વળતાં પ્રહાર, જાણો શું કહ્યું?
સોર્સ : gstv

ભાજપ સાંસદ અને બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે CJP પ્રોટેસ્ટમાં સામેલ યુવતીઓ અને Gen-Zને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર યુવતીઓને 'ગટર છાપ' અને ભ્રષ્ટ જેવા શબ્દો કહ્યા હતા. આ નિવેદન સામે કોંગ્રેસ અને કોકરોચ જનતા પાર્ટી (CJP) એ આકરો વાંધો ઉઠાવ્યો છે.

App Store

કંગના ભાન ભૂલી : આંદોલનમાં સામેલ યુવતીઓ અંગે કરી ગંભીર ટિપ્પણી

કંગના રનૌતે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં CJP પ્રોટેસ્ટમાં સામેલ યુવતીઓ પર નિશાન સાધ્યું હતું. તેમણે લખ્યું હતું કે, 'તે યુવાન હિન્દુ મહિલાઓ માટે શરમની વાત છે જે આઝાદ કરિયરવાળી મહિલાઓની નકલ કરે છે. કેટલીક મહિલાઓ માતાપિતાના પૈસા પર પલે છે, ડ્રગ્સ-દારૂ લે છે અને અનેક પુરુષો સાથે સંબંધ રાખે છે.' કંગનાએ તેમને 'ગટર છાપ', બદસૂરત અને ભ્રષ્ટ કહીને ઉમેર્યું હતું કે, 'આ યુવતીઓ સારી હાઉસવાઈફ પણ બની શકતી નથી.'

તમારી પક્ષના લોકો પણ તમને ગંભીરતાથી નથી લેતા : CJPના કંગના પર પ્રહાર

કંગનાના આ નિવેદન પર CJPના પ્રવક્તા સૌરવ દાસે (Saurav Das) પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું કે, 'કંગનાને તેમની પાર્ટીના લોકો જ ગંભીરતાથી નથી લેતા તો અમે કેમ લઈએ? નેતાઓએ પોતાની ભાષા મર્યાદામાં રાખવી જોઈએ. તમારા કરતા અનેક ઘણા વધુ કામ Gen-Zએ આ દેશ માટે કર્યા છે અને લોકશાહીમાં ભરોસો પાછો જગાવ્યો છે.'

કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરીનો કંગનાને જડબાતોડ જવાબ

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રેણુકા ચૌધરી (Renuka Chowdhury)એ કંગના પર પ્રહાર કરતા કહ્યું કે, 'તેમને હાઉસવાઇફ બનવાનું સર્ટિફિકેટ કોણે આપ્યું? જે ગટરમાંથી નીકળ્યા હોય તે જ ઓળખી શકે કે ગટરમાંથી કોણ આવ્યું છે. એક મહિલા થઈને આવી વાતો લખવી શરમજનક છે. જો સંસદમાં આવીને તમે આવી વાતો કરો છો, તો લોકો પણ તમારી પાસેથી જ શીખી રહ્યા છે. આના પરિણામો ભોગવવા પડશે.'

CJPએ તમામ FIR પાછી ખેંચવાની કરી માગ

આંદોલનકારીઓ મુદ્દે સૌરવ દાસે ઉમેર્યું કે, 'ગ્રાઉન્ડ પર રહેલા પ્રદર્શનકારીઓ સામેની તમામ FIR રદ થવી જોઈએ અને અટકાયતમાં લેવાયેલા લોકોને મુક્ત કરવા જોઈએ. સોમવારે રાત્રે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી સરકારના પ્રતિનિધિઓ સાથે બેઠક થઈ હતી. આસામ અને બિહારે નોટિફિકેશન બહાર પાડ્યું છે, પરંતુ અમે સરકાર તરફથી લેખિત બાંહેધરીની રાહ જોઈ રહ્યા છીએ.'