મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: કુલુમાં ખરાબ રસ્તા વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન

હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લામાં ભુંતર-મણિકરણ રોડની બિસ્માર હાલતને લઈને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો

તસવીર: gstv

હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લામાં ભુંતર-મણિકરણ રોડની બિસ્માર હાલતને લઈને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રસ્તાના તાત્કાલિક સમારકામની માંગ સાથે સ્થાનિક લોકોએ વહીવટીતંત્ર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ગ્રામજનોએ પ્રશાસનને એક આવેદનપત્ર સુપરત કર્યું હતું અને રસ્તાની સ્થિતિ સુધારવા માટે ૨૫ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. મહિલા મંડળના પ્રમુખ હીરા દેવી અને પૂર્વ પંચાયત ઉપપ્રધાન ઈન્દર ઠાકુર ઉર્ફે રિંકુ શાહે જણાવ્યું કે, ખાડાઓથી ભરેલા આ રસ્તાના કારણે દરરોજ અકસ્માતો સર્જાય છે અને પ્રવાસીઓ તેમજ દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. જો નિર્ધારિત સમયમાં રસ્તો નહીં બને તો આગામી દિવસોમાં ચક્કાજામ અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો