મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ દહેજની ગંધાર સોલ્ટ કંપનીમાં જર્જરિત શેડ તૂટી પડતા શ્રમિકનું કમકમાટીભર્યું મોત

ભરૂચના દહેજના વાગરા પંથકમાં આવેલી ગંધાર સોલ્ટ કંપનીમાં ગમખ્વાર અકસ્માત

ભરૂચના દહેજના વાગરા પંથકમાં આવેલી ગંધાર સોલ્ટ કંપનીમાં ગમખ્વાર અકસ્માત સર્જાતા શ્રમિકનું કમકમાટીભર્યું મોત થયું છે. કંપની પરિસરમાં કામ કરી રહેલા કર્મચારી પર અચાનક જર્જરિત લોખંડનો ભારેખમ શેડ અને કાટમાળ તૂટી પડ્યો. આ ઘટનામાં શ્રમિકને ગંભીર ઇજાઓ પહોંચી અને તે ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો.આ અકસ્માતમાં કંપનીની બેદરકારી સામે સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે અને અકસ્માતના કારણોની તપાસ કરી રહી છે. મૃતકના પરિવારને આર્થિક સહાય અને યોગ્ય વળતરની માંગ સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો