VIDEO: સિવિલના ટ્રોમા સેન્ટરની બહાર ચાની લારી ધારક મહિલા ઈજાગ્રસ્ત અને કિશોરનું મોત, પરીવારમાં દુ:ખનો માહોલ

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું.મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. 265 મૃતદેહ સિવિલમાં લાવવામાં આવ્યા હતા. 

B.J. મેડિકલની બહાર ચાની લારી ધરાવનાર મહિલા ઈજાગ્રસ્ત, કિશોરનું મોત

જાહેરાત

તો બીજી તરફ GSTVની ટીમ ગત રોજથી સતત ઘટના સ્થળ પર રીપોર્ટીંગ કરી રહી છે, ત્યારે GSTVની ટીમે પીડિત પરિવાર સાથે વાત કરી હતી. મહિલા અને તેમનો દીકરો આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હતા. કિશોરનું મોત નિપજ્યું છે. જ્યારે મહિલાની પરિસ્થિતિ અત્યંત નાજુક છે. સમગ્ર પરિવાર ટ્રોમા સેન્ટરની સામે બેઠો છે. મેસની બહાર આ પરીવારની ચાની લારી હતી. સિવિલની બહાર ગંભીર માહોલ છવાયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત