Video: 'ક્યાં કોઈને મારી નાખ્યા છે...' અકસ્માત બાદ ડમ્પર ચાલકની નફ્ફટાઈ
રાજકોટના જામનગર રોડના મનહરપુર વિસ્તારમાં ડમ્પર ચાલકે પુરપાટ ઝડપે વાહન ચલ
રાજકોટના જામનગર રોડના મનહરપુર વિસ્તારમાં ડમ્પર ચાલકે પુરપાટ ઝડપે વાહન ચલાવતા ભયાનક અકસ્માત સર્જ્યો હતો. નાની શેરીમાં ઘુસતા ડમ્પર વીજ વાયરમાં ફસાયું, જેથી 3 વીજપોલ અને ગરબા મંડપ ધરાશાયી થયો હતો. સ્થાનિકોએ જણાવ્યું કે, ડ્રાઇવર દારૂના નશામાં હતો. મનહરપુરમાં દારૂનું વેચાણ થતું હોવાથી વાહન ચાલકો અહીં આવીને નશો કરે છે.
અકસ્માત બાદ ડ્રાઇવરે સ્થાનિકોને કહ્યું, "ક્યાં કોઈને મારી નાખ્યા છે." સ્થાનિકોએ તેને પકડી રાખ્યો, પરંતુ માલિકે આવીને તેને ફરાર કરાવી દીધો. 112ને કોલ કર્યા છતાં પોલીસે કોઈ કાર્યવાહી નહોતી કરી. માલિકે કહ્યું, "મને ખબર નથી કે કેમ તે ડમ્પર લઈને નીકળી ગયો. ડમ્પરમાં નંબર પ્લેટ પણ ન હતી. દિવસ દરમિયાન નાના બાળકો આ દુર્ઘટના સ્થળે રમતા હોય છે.
જાહેરાત







