મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી ઉત્તર ભારત તરફ મુસાફરોના ઘોડાપૂરને કારણે પશ્ચિમ રેલવેને નોંધપાત્ર આવક

સુરતના ઉધના રેલવે સ્ટેશન

સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી ઉત્તર ભારત તરફ મુસાફરોના ઘોડાપૂરને કારણે પશ્ચિમ રેલવેને નોંધપાત્ર આવક થઈ છે. છેલ્લા 30 દિવસમાં આશરે 4.17 લાખ મુસાફરોએ ઉધના સ્ટેશનથી મુસાફરી કરી છે, જેના કારણે રેલવે વિભાગને અંદાજે રૂ.10.10 કરોડની આવક મળી છે. 19મી એપ્રિલના રોજ એક જ દિવસમાં 25 હજાર જેટલા મુસાફરો ઉત્તર ભારત તરફ રવાના થયા હતા. આ સમયગાળા દરમિયાન 33 સ્પેશિયલ ટ્રેનો મારફતે 3 લાખથી વધુ મુસાફરોએ લાભ લીધો હતો.  

આ સમાચાર શેર કરો