VIDEO: જૂનાગઢના માંગરોળ તાલુકામાં ઘેડ પંથક જળબંબાકારથી જનજીવનને અસર
VIDEO: જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ખાબકતા ઘેડ પંથક જળ
VIDEO: જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ખાબકતા ઘેડ પંથક જળબંબાકાર થયો છે. ઘેડ પંથકમાં તમામ રસ્તાઓ પર પૂરના પાણી ફરી વળ્યાં હતા. વરસાદી પાણીને લીધે જનજીવનને ભારે અસર થઈ છે. લોકોને અવર-જવર થવામાં હાલાકી વેઠવાની નોબત આવી છે.
જૂનાગઢના ઘેડ વિસ્તારમાં દર વર્ષે પૂર આવે છે અને ભારે વરસાદના કારણે જાન-માલનું મોટું નુકસાન થાય છે. આ વર્ષે પણ ઘેડના પૂરના કારણે નદીના પાળા તૂટી પડ્યા છે, તેમજ અનેક ગામોમાં પાણી ફરી વળ્યા છે. પાણીના પ્રવાહથી એક મકાન પણ તૂટી પડ્યું હતું. વરસાદી પાણીના કારણે 35 જેટલા ગામો સંપર્કવિહોણું બન્યું છે.




