Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Gold Silver price today: સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો, જાણો પ્રતિ 10 ગ્રામનો Gold Rate

Gold Silver price today: સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો, જાણો પ્રતિ 10 ગ્રામનો Rate

Timeછેલ્લું અપડેટ : 20 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Gold Silver price today: સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો, જાણો પ્રતિ 10 ગ્રામનો Rate
સોર્સ : GSTV

Gold Silver price today: દેશની રાજધાની દિલ્હીમાં બુધવારો સ્ટોકિસ્ટ દ્વારા સતત વેચવાલીને લીધે સોનાના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. હવે સોનું  1,00,020 પ્રતિ 10 ગ્રામ પહોંચ્યું છે.

App Store

ચાંદી 1500 રૂપિયા સસ્તી થઈ

20 ઓગસ્ટના રોજ ચાંદીના ભાવમાં પણ તીવ્ર ઘટાડો થયો. બુધવારે ચાંદીનો ભાવ 1,500 રૂપિયા ઘટીને 1,500 રૂપિયા પ્રતિ કિલો (બધા કર સહિત) થયો હતો, જ્યારે મંગળવારે 1,14,000 રૂપિયા હતો. વિદેશી બજારોમાં, હાજર સોનું સહેજ વધીને 3,326.04 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું, જ્યારે હાજર ચાંદી લગભગ 1 ટકા ઘટીને 37.07 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી હતી.

સોનું કેમ ઘટ્યું?

મળતી માહિતી અનુસાર, યુએસ ડોલરના મજબૂત થવા અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી અને યુરોપિયન નેતાઓ સાથે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સકારાત્મક બેઠકો પછી ભૂ-રાજકીય તણાવ ઓછો થયો છે. આનાથી રોકાણકારોને આશા જાગી છે કે ચાલી રહેલા સંઘર્ષનો ઉકેલ મળશે, જે સોનાના ભાવમાં ઘટાડાનું મુખ્ય કારણ બન્યું છે.

સ્થાનિક બજાર પર દબાણ વધ્યું

મળતી માહિતી અનુસાર, ડોલર ઈન્ડેક્સ એક અઠવાડિયાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે, જ્યારે USD/INR 87 ના સ્તરે ગગડી ગયો છે, જેના કારણે સ્થાનિક બજાર પર દબાણ વધ્યું છે. રોકાણકારો યુએસ ફેડરલ રિઝર્વની આગામી બેઠકની મિનિટ્સની રાહ જોઈ રહ્યા છે, જે નાણાકીય નીતિ અને કિંમતી ધાતુના ભાવોના વલણ અંગે મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરશે તેવી અપેક્ષા છે.