Video: ધરોઈ ડેમમાં પાણીની આવક વધી, સાબરમતી નદીમાં છોડાયું, નીચાણવાળા વિસ્તારો એલર્ટ
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ જળાશયમાં સતત વરસાદને કારણે પાણીની સતત આવક થઈ ર
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ જળાશયમાં સતત વરસાદને કારણે પાણીની સતત આવક થઈ રહી છે. હાલમાં જળાશયમાં 95,160 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જ્યારે એટલું જ પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ માટે ડેમના આઠ દરવાજા 9.25 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. સતત વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે, કારણ કે ડેમમાંથી વધુ પાણી છોડવાની શક્યતા છે. ધરોઈ ડેમની કુલ જળ સપાટી 622 ફૂટ છે, જે હાલ 619.33 ફૂટે પહોંચી છે. ઉપરવાસમાં અવિરત વરસાદને કારણે જળાશયમાં પાણીની આવક વધી રહી છે, જેના કારણે ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવાનું ચાલુ છે. આ સ્થિતિને લઈને સ્થાનિક વહીવટીતંત્ર સતર્ક રહીને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે


