VIDEO: ગોંડલમાં બે માળનું મકાન ધરાશાયી, એક મહિલાનું મોત, બે ગંભીર રીતે ઘાયલ
ગોંડલના સહજાનંદ નગર વિસ્તારમાં ગરબી ચોક પાસે આવેલા બે માળના મકાનમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિ
ગોંડલના સહજાનંદ નગર વિસ્તારમાં ગરબી ચોક પાસે આવેલા બે માળના મકાનમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક મકાન ધરાશાયી થયું. આ દુર્ઘટનામાં એક પુરુષ અને બે મહિલાઓ સહિત ત્રણ વ્યક્તિઓ કાટમાળમાં દબાઈ ગયા હતા.
એક મહિલાનું મોત
આ ઘટનામાં મહિલાનુ મોત થયુ છે. બે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ગોંડલ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને JCB મશીનની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી.
ફાયરની ટીમ દુર્ઘટનાસ્થળે પહોંચી
પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલના ગરબી ચોક પાસે મકાનનું રિનોવેશન કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન બે માળનું મકાન અચાનક ધરાશાયી થઇ જતાં ત્રણ લોકો કાટમાળ નીચે દટાયા હતા ઘટનાની જાણ થતાં ગોંડલ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, અને રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જોકે એક મહિલાનું મોત નિપજ્યું હતું.






