મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO/ ભારતને ‘હેલહોલ’ કહેતા ટ્રમ્પ વિવાદમાં: ઈરાને મહારાષ્ટ્રની તસવીરો બતાવી શીખવાડ્યો પાઠ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત અને ચીનને હેલહોલ એટલે કે અત્યં

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત અને ચીનને હેલહોલ એટલે કે અત્યંત ખરાબ જગ્યા કહેતા નવો વિવાદ સર્જાયો છે. આ વિવાદાસ્પદ ટિપ્પણી પર ઈરાનના મુંબઈ સ્થિત મિશને આકરી પ્રતિક્રિયા આપતા ટ્રમ્પને કલ્ચરલ ડિટોક્સની સલાહ આપી છે. ઈરાની મિશને સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્રની સુંદર તસવીરો શેર કરતા લખ્યું કે, ટ્રમ્પને કદાચ આવી સફરની જરૂર છે જેથી તેઓ બિનજરૂરી બકવાસ બંધ કરે અને વાસ્તવિક ભારતને જોઈ શકે. બીજી તરફ, ભારતે પણ ટ્રમ્પના આ નિવેદનને ખોટું અને અનુચિત ગણાવ્યું છે. આ ઘટના બાદ ભારત અને અમેરિકાના સંબંધો પર કેવી અસર પડશે તે અંગે ચર્ચાઓ શરૂ થઈ છે, કારણ કે ટ્રમ્પની આવી ટિપ્પણીથી રાજદ્વારી સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો