VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ લોકમેળાનું આયોજન, 5 દિવસીય મેળામાં 100થી વધુ રાઈડ ઉભી થશે
સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ લોકમેળાનું આયોજન કરાયું છે, જેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યું છે.14
સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ લોકમેળાનું આયોજન કરાયું છે, જેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યું છે.14 ઓગસ્ટથી શરૂ થનારા પાંચ દિવસીય મેળામાં 100થી વધુ રાઈડ ઉભી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, મુંબઈ અને રાજસ્થાનથી રાઈડધારકો સુરેન્દ્રનગર પહોંચ્યા છે. ગયા વર્ષે વરસાદને કારણે મેળો બંધ રહ્યો હતો, પરંતુ આ વખતે ઉત્સવપ્રેમી જનતામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. મેળામાં મનોરંજન, ખાણીપીણી અને ખરીદીનો આનંદ માણવા લોકો આતુર છે.
મેળામાં મનોરંજન, ખાણીપીણી અને ખરીદીનો આનંદ માણવા લોકો આતુર
દર વર્ષે શહેરની મધ્યમાં આવેલા મેળાના મેદાનમાં લોકમેળો ૧૪ હજાર સ્ક્વેર ફુટ જગ્યામાં યોજાતો હતો પરંતુ ચાલુ વર્ષે આર્ટ્સ કોલેજમાં યોજાનાર મેળો અંદાજે ૩૦ હજાર સ્ક્વેર ફુટ જગ્યામાં આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે વઢવાણ મેળાના મેદાન ખાતે યોજાનાર લોકમેળામાં ૧૨ મોટી રાઈડ્સ, ૧૪ નાના બાળકો માટેની રાઈડ્સ(હાથ વડે ચલાવવાની), ૯ આઈસ્ક્રીમ સ્ટોલ, ૮૦ અન્ય સ્ટોલ અને ૧૦ લારી વાળા વેપારી સાથે-સાથે સેલ્ફી પોઈન્ટ, ૨ વાચ ટાવર અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટેના સ્ટેજ સહિતની વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જન્માષ્ટમી લોકમેળાનું ટેન્ડર પણ જાહેર કરવામાં આવ્યું છે. ૩૦મી જુલાઈએ હરરાજી પ્રક્રિયા હાથ ધરાશે
પાંચ દિવસીય મેળામાં 100થી વધુ રાઈડ ઉભી કરવામાં આવી
બંને લોકમેળાના ટેન્ડર તા.૩૦ જુલાઈના રોજ બપોરે ૩-૩૦ કલાકે ખોલવામાં આવશે, સાંજે ૪-૩૦ કલાકે મનપા કચેરીના ટાઉનહોલ ખાતે ટેન્ડર ભરનાર લોકો વચ્ચે હરરાજી પ્રક્રિયા હાથ ધરાશે. જ્યારે બન્ને મેળાના મેદાન માટે મનપા તંત્ર દ્વારા મેદાન દીઠ રૃા.૬૧ લાખ અપસેટ કિંમત નક્કી કરવામાં આવી છે.






