VIDEO: અમદાવાદમાં સ્વરક્ષા મહોત્સવ 2026નો પ્રારંભ, બે દિવસીય વૈશ્વિક સમિટ યોજાઈ
અમદાવાદના વિજ્ઞાન ભવન ખાતે ‘સ્વરક્ષા મહોત્સવ 2026’નો ભવ્ય પ્રારંભ

અમદાવાદના વિજ્ઞાન ભવન ખાતે ‘સ્વરક્ષા મહોત્સવ 2026’નો ભવ્ય પ્રારંભ થયો છે. એરોસ્પેસ, ડિફેન્સ અને સ્પેસ ટેકનોલોજી પર આધારિત આ બે દિવસીય વૈશ્વિક સમિટ યોજાઈ રહી છે. આ વૈશ્વિક મંચ પર દેશ-વિદેશના રક્ષા નિષ્ણાંતો, ઉદ્યોગ આગેવાનો અને અગ્રણી સ્ટાર્ટઅપ્સ એકત્રિત થયા છે. આત્મનિર્ભર ભારતના વિઝનને વધુ મજબૂત કરવાના આશય સાથે આ સમિટમાં સ્વદેશી ડિફેન્સ અને જીઓસ્પેશિયલ ટેકનોલોજીના ઉપયોગ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકાર, ગુજકોસ્ટ, સાયન્સ સિટી અને ભારત સરકારની વિવિધ સંસ્થાઓના સંયુક્ત સહયોગથી આ મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.



