VIDEO: ડાંગ જિલ્લાની સુબીર-૧૬ જિલ્લા પંચાયત બેઠક સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર, ચૂંટણી મેદાનમાં સાસુ-વહુ આમને સામને

ડાંગ જિલ્લાની સુબીર-૧૬ જિલ્લા પંચાયત બેઠક હાલ સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. અહીં લોકશાહીના મેદાનમાં સાસુ અને વહુ આમને-સામને ટકરાશે. કોંગ્રેસે અનુભવી સાસુ પર ભરોસો મૂક્યો છે, તો ભાજપે શિક્ષિત વહુને મેદાનમાં ઉતારી ચૂંટણી જંગને રસપ્રદ બનાવ્યો છે.એક તરફ સાસુ વિકાસના મુદ્દે પરિવર્તનનો દાવો કરી રહ્યા છે, તો બીજી તરફ વહુ ભાજપની વિચારધારા સાથે મક્કમતાથી ચૂંટણી લડી રહી છે. સંબંધોની મર્યાદા જાળવીને બંને પક્ષો જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે સુબીરની જનતા સાસુના અનુભવને ચૂંટે છે કે વહુની નવી વિચારધારાને આ

ડાંગ જિલ્લાની સુબીર-૧૬ જિલ્લા પંચાયત બેઠક હાલ સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. અહીં લોકશાહીના મેદાનમાં સાસુ અને વહુ આમને-સામને ટકરાશે. કોંગ્રેસે અનુભવી સાસુ પર ભરોસો મૂક્યો છે, તો ભાજપે શિક્ષિત વહુને મેદાનમાં ઉતારી ચૂંટણી જંગને રસપ્રદ બનાવ્યો છે.એક તરફ સાસુ વિકાસના મુદ્દે પરિવર્તનનો દાવો કરી રહ્યા છે, તો બીજી તરફ વહુ ભાજપની વિચારધારા સાથે મક્કમતાથી ચૂંટણી લડી રહી છે. સંબંધોની મર્યાદા જાળવીને બંને પક્ષો જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે સુબીરની જનતા સાસુના અનુભવને ચૂંટે છે કે વહુની નવી વિચારધારાને આશીર્વાદ આપે છે!

આ સમાચાર શેર કરો

જાહેરાત