VIDEO: અમદાવાદની શાળાઓને મળેલી ધમકી મામલે ઝોન-1 DCPનું નિવેદન, વાલીઓએ ગભરાવવાની નથી જરૂર
અમદાવાદમાં શાળાઓને મળેલા ધમકીભર્યા મેઈલના મામલે ઝોન-1 DCP
અમદાવાદમાં શાળાઓને મળેલા ધમકીભર્યા મેઈલના મામલે ઝોન-1 DCPએ મહત્વની પ્રતિક્રિયા આપી છે. તેમણે વાલીઓ અને વિદ્યાર્થીઓને આશ્વાસન આપતા જણાવ્યું છે કે, અત્યાર સુધીની સઘન તપાસમાં કોઈપણ ચિંતાજનક કે વાંધાજનક વસ્તુ મળી આવી નથી.
અમદાવાદ શહેરની કેટલીક શાળાઓમાં બોમ્બની ધમકી મળ્યાના અહેવાલોને પગલે આજે વાલીઓમાં ભારે ચિંતા અને દોડધામ જોવા મળી હતી. અનેક વાલીઓને શાળાઓ તરફથી મેસેજ મળ્યા હતા કે તેઓ તેમના બાળકોને વહેલા ઘરે લઈ જાય, જેના કારણે સ્કૂલો બહાર વાલીઓની ભીડ જામી હતી.
વાલીઓએ પેનિકમાં આવવાની જરૂર નથી
ધમકીભર્યા મેઈલ મામલે ઝોન-1 DCPએ પ્રતિક્રિયા આપી હતી, તેમણે જણાવ્યું કે આ તમામ ઈ-મેલ પાયાવિહોણા છે, તેથી વાલીઓએ ખોટા ગભરાટ કે પેનિકમાં આવવાની જરૂર નથી.આ મામલે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી છે, જેથી આ મેઇલ ક્યાંથી અને કોના દ્વારા કરવામાં આવ્યો છે તે જાણી શકાય. પોલીસ વિભાગ દ્વારા શાળાઓની સુરક્ષાને લઈને પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.








