મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વિશેષ પ્રવાસન ટ્રેનને મળી લીલી ઝંડી, દક્ષિણ ભારતના પવિત્ર તીર્થસ્થાનોની કરાવશે યાત્રા

એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અભિયાન અંતર્ગત વિ

એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અભિયાન અંતર્ગત વિશેષ પ્રવાસન ટ્રેનની રાજકોટ રેલવે સ્ટેશનથી લીલી ઝંડી બતાવવામાં આવી છે. આ ટ્રેન દક્ષિણ ભારતના પવિત્ર તીર્થસ્થાનોની યાત્રા કરાવશે. રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત અને વાપી સ્ટેશન પરથી પ્રવાસીઓ બેસી શકશે. ઓનલાઈન બુકિંગ ઉપલબ્ધ છે.

10 રાત અને 11 દિવસની આ યાત્રામાં રામેશ્વરમ, તિરુપતિ, મીનાક્ષી મંદિર અને કન્યાકુમારીના દર્શન થશે. આ ટ્રેનમાં સ્લીપર, 3 એસી અને 2 એસી ક્લાસ, CCTV, સુરક્ષા ગાર્ડ, ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, શુદ્ધ શાકાહારી ભોજન, હોટેલ રોકાણ અને અકસ્માત વીમાની સુવિધા છે. IRCTC દ્વારા EMIની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો