મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગાંધીનગર ગિફ્ટ સિટીમાં કરોડોની છેતરપિંડીના મામલે SIT એ વધુ બે આરોપીની ધરપકડ કરી  

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં સામે આવેલા કરોડોની છેતરપિંડીના મામલે SIT

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં સામે આવેલા કરોડોની છેતરપિંડીના મામલે SIT એ વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી ઉત્પલ પટેલની પત્ની અને મેઘરજના ઈસરી ગામની રહેવાસી ભૂમિ પટેલને અમદાવાદ એરપોર્ટ પરથી વિદેશ ભાગવાની ફિરાકમાં હતી ત્યારે ઝડપી લેવામાં આવી હતી, જ્યારે મહેસાણાના વિસનગર તાલુકાના પાલડી ગામના ધ્રુવ જગદીશ ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે રોકાણકારોના રૂપિયાથી રાજસ્થાનના ઉદયપુરમાં હેરી હોસ્પિટાલિટી એન્ડ લીઝર લિમિટેડ નામની કંપની શરૂ કરવામાં આવી હતી, જેમાં ભૂમિ પટેલ ડાયરેક્ટર તરીકે જોડાયેલી હતી.

આ સમાચાર શેર કરો