VIDEO: અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી પડી
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે લોકો ત્રાહ
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જિલ્લામાં તાપમાનનો પારો 43 થી 45 ડિગ્રીએ પહોંચતા બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળે છે અને લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને લાઠી પંથકમાં અસહ્ય ઉકળાટ અને ગરમીથી બચવા માટે લોકો શેરડીના રસ અને ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગરમીનું જોર વધતા જનજીવન પ્રભાવિત થયું છે.




