VIDEO: ઉમરગામ તાલુકામાં સતત 2 દિવસથી વરસાદથી જળાશયોની સપાટીમાં ધરખમ વધારો
VIDEO: વલસાડ જિલ્લામાં ફરી એકવાર વરસાદી મા
VIDEO: વલસાડ જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે.સતત બે દિવસથી વરસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં વરસાદ વરસતા જળાશયોની સપાટીમાં સતત વધારો થયો છે. વરસાદ વરસતા નદી-નાળાઓ વહેતા થયા છે. આજે સવારથી મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા હોવાથી રસ્તાઓ-શેરીઓમાં પાણી વહેતા જોવા મળ્યા છે.
વલસાડ જિલ્લામાં બે દિવસથી ચોથા રાઉન્ડનો વરસાદ શરૂ થયો છે. ધોધમાર વરસાદથી ભૂગર્ભ જળમાં મોટી રાહત થઈ શકે તેમ છે. સવારથી સતત વરસી રહેલા વરસાદ થી સામાન્ય જનજીવન પર અસર જોવા મળી છે. જો કે, વરસાદને લીધે વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી.


