VIDEO/ પાટણમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે વિરોધ
પાટણના નવજીવન ચાર રસ્તા ખાતે આજે કોંગ્રેસ દ્વારા પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવો સામે ઉગ્ર વિરોધ પ
પાટણના નવજીવન ચાર રસ્તા ખાતે આજે કોંગ્રેસ દ્વારા પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવો સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પોકારીને રસ્તા પર જ ધરણા યોજ્યા હતા. આ દેખાવોના કારણે શહેરના મુખ્ય માર્ગ પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહનવ્યવહાર સંપૂર્ણ ખોરવાયો હતો. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ૨૦થી વધુ કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી, જે બાદ માર્ગને વાહન વ્યવહાર માટે ફરી ખુલ્લો કરવામાં આવ્યો હતો.
