મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: આસામમાં ચૂંટણી પહેલાં ‘મિલકત યુદ્ધ’: ગૌરવ ગોગોઈનો CM સરમા પર મોટો પલટો, દુબઈ કનેક્શન અને ગોલ્ડ કાર્ડ પર પૂછ્યા 3 સવાલ

આસામ કોંગ્રેસના પ

આસામ કોંગ્રેસના પ્રમુખ ગૌરવ ગોગોઈએ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પર પલટવાર કરતા સીએમના પરિવાર વિરુદ્ધ વિદેશી સંપત્તિ અને વ્યવસાયિક હિતો છુપાવવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ સત્તામાં આવશે તો ગેરકાયદેસર મિલકતો, વ્યવસાયો અને અન્ય જોડાણો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરશે.

 આસામ કોંગ્રેસના પ્રમુખ ગૌરવ ગોગોઈએ જણાવ્યું કે હિમંતા બિસ્વા સરમાએ હજારો જૂઠાણા બોલી શકે છે. કોંગ્રેસે સીએમના પરિવારની મિલકત અને વિદેશી વ્યવસાયોનો પર્દાફાશ કરશે. તેમણે ત્રણ પ્રશ્નો પૂછ્યા છે. સીએમનાતમારા પરિવાર પાસે દુબઈમાં ગોલ્ડ કાર્ડ છે કે કેમ. શુંદુબઈમાં કોઈ મિલકત છે અને શું તમે આ ચૂંટણી સોગંદનામામાં આ વિશે જાહેર કર્યું છે.  ગોગોઈએ ચેતવણી આપી કે જો ખુલાસા નહીં થાય તો તેમને ગેરલાયક ઠેરવી ED કેસ દાખલ કરવો જોઈએ. કોંગ્રેસ સત્તામાં આવશે તો ગેરકાયદેસર મિલકતો, વ્યવસાયો અને અન્ય જોડાણો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરશે.

આ આરોપ મુખ્યમંત્રીની પત્ની રિંકી ભૂયાન સરમા પરના પાસપોર્ટ અને વિદેશી સંપત્તિના દાવાઓના જવાબમાં આવ્યા છે, જેને સરમાએ બનાવટી ગણાવ્યા છે. સરમાએ કોંગ્રેસ નેતાઓ પર પાકિસ્તાની સોશિયલ મીડિયા જૂથો સાથે જોડાણનો આરોપ લગાવ્યો છે. આ વિવાદ આસામ વિધાનસભા ચૂંટણી પહેલાં વધુ ઉગ્ર બન્યો છે. 9મી એપ્રિલે 126 બેઠકો માટે મતદાન અને 4 મેના રોજ મતગણતરી થશે.

આ સમાચાર શેર કરો