VIDEO: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરુ સ્થિત આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે નવનિર્મિત ધ્યાન મંદિરનું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન નરે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરુ સ્થિત આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે નવનિર્મિત ધ્યાન મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ અવસરે વડાપ્રધાને સંસ્થાના ૪૫માં સ્થાપના દિવસ અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજીના ૭૦માં જન્મજયંતિ મહોત્સવની ઉજવણીમાં વિશેષ હાજરી આપી હતી. બેંગલુરુ પહોંચેલા વડાપ્રધાને ધ્યાન મંદિરનું લોકાર્પણ કરીને વિશ્વભરમાં શાંતિ અને આધ્યાત્મિકતાનો પ્રસાર કરવામાં આર્ટ ઓફ લિવિંગના યોગદાનની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમાં દેશ-વિદેશથી હજારો અનુયાયીઓ ઉમટી પડ્યા હતા, જેમની હાજરીમાં વડાપ્રધાને ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી તેમના માનવતાવાદી કાર્યોની સરાહના કરી હતી.



