VIDEO: PM મોદીનો વનતારાની મુલાકાતનો વિડિયો આવ્યો સામે, અદભુત નજારો મળ્યો જોવા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે શનિવારે સાંજે જામનગર પહોંચ્યા હતા. અહીંના સર્કિટ હાઉસમાં રાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે શનિવારે સાંજે જામનગર પહોંચ્યા હતા. અહીંના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કર્યા બાદ, રવિવારે તેમણે રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રાણી બચાવ અને પુનર્વસન કેન્દ્ર વનતરાની મુલાકાત લીધી હતી. વનતારામાં PM મોદી સાથે અંબાણીના પુત્ર પણ તેમની સાથે રહ્યા હતા. વડાપ્રધાને ગીર જિલ્લાના સાસણ ગીર નેશનલ પાર્કની પણ મુલાકાત લીધી અને જંગલ સફારીનો આનંદ માણ્યો હતો.
3000 એકરમાં ફેલાયેલું છે વનતારા
વનતારા રિલાયન્સની રિફાઇનરીના વિશાળ કૉમ્પ્લેક્સમાં જ આવેલું છે, જે લગભગ 3000 એકરમાં ફેલાયેલું છે અને તે રિફાઇનરીના 'ગ્રીન બેલ્ટ' એટલે કે હરિયાળા વિસ્તારના ભાગરૂપ છે.વનતારાએ વાસ્તવમાં બે સંસ્થાઓ દ્વારા ચલાવાતું કેન્દ્ર છે. તેમાંની એક સંસ્થા છે રાધેકૃષ્ણ ટેમ્પલ ઍલિફન્ટ વેલ્ફેર ટ્રસ્ટ અને બીજી છે ગ્રીન્સ ઝૂલોજિકલ, રેસ્ક્યૂ ઍન્ડ રિહેબિલિટેશન સેન્ટર સોસાયટી આવેલી છે.




