મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: કેરળના જંગમાં પિનરાઈ વિજયનનો વિસ્ફોટક આરોપ: "ભાજપને મજબૂત કરવાનું કામ કોંગ્રેસ કરી રહી છે!"

VIDEO: કેરલમ વિધાનસભાની ચૂંટણીનજીક આવી રહી છ

VIDEO: કેરલમ વિધાનસભાની ચૂંટણીનજીક આવી રહી છે, ત્યારે સીપીઆઈએમ પાર્ટીના નેતા અને પ્રદેશના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને આરોપ લગાવ્યો કે કોંગ્રેસ સાંપ્રદાયિક સરમુખત્યારશાહી શક્તિઓ વિરુદ્ધ લડવાના તેના દાવાથી પીછેહઠ કરી રહી છે અને ભાજપ માટે પોષનાર સંગઠન તરીકે કામ કરી રહી છે

 સીપીઆઈએમ પાર્ટીના નેતાઓએ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરલમના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને સીપીઆઈએમની ધર્મનિરપેક્ષ ઓળખ વિરુદ્ધ આપવામાં આવેલા ઉશ્કેરણીજનક નિવેદનોને સખત શબ્દોમાં નકારી કાઢવામાં આવે છે. વિધાનસભા ચૂંટણીમાં સસ્તા રાજકીય લાભ મેળવવા માટે આવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. ભાજપને બદલે સીપીઆઈએમને નિશાન બનાવીને કોંગ્રેસ પોતાના દાવાઓથી પીછેહઠ કરી રહી છે.  સીપીઆઈએમએ જણાવ્યું કે કોંગ્રેસે આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે અનેક રાજ્યોમાં તેના નેતાઓ ભાજપમાં કેમ જોડાઈ રહ્યા છે. આસામના વર્તમાન મુખ્યમંત્રી, ત્રિપુરામાં સમગ્ર કોંગ્રેસ નેતૃત્વ તથા કેન્દ્રમાં અનેક ભાજપ મંત્રીઓ અને સાંસદો અગાઉ કોંગ્રેસમાં હતા. કોંગ્રેસ ભાજપને પોષનાર સંગઠન બની ગયું છે.

સીપીઆઈએમએ યાદ કરાવ્યું કે છેલ્લા દસ વર્ષમાં એલડીએફ સરકારના કાર્યકાળ દરમિયાન કેરળમાં એકપણ કોમી રમખાણો થયા નથી, જ્યારે યુડીએફ સરકાર હેઠળ સૌથી ખરાબ કોમી હિંસા બની હતી. તાજેતરની ચૂંટણીઓમાં કોંગ્રેસ-ભાજપનું જોડાણ ખુલ્લું પડ્યું છે.સીપીઆઈએમએ વિપક્ષી નેતાઓ સામે કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો વિરોધ કરવાનું યાદ કરાવ્યું અને કહ્યું કે રાહુલ ગાંધી પોતે વિપક્ષી મુખ્યમંત્રીઓની ધરપકડની હાકલ કરી છે. કેરલમમાં 9 એપ્રિલે મતદાન અને 4 મેના રોજ મતગણતરી થવાની છે. 

આ સમાચાર શેર કરો