મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર મોટો વધારો, વાહનચાલકોમાં ભારે રોષ

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર મોટો વધ

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર મોટો વધારો ઝીંકાતા વાહનચાલકો આકુળ-વ્યાકુળ બન્યા છે. ઇંધણ કંપનીઓ દ્વારા છેલ્લા ૧૦ દિવસમાં આશરે ૪ વખત ભાવવધારો કરવામાં આવ્યો છે. આ નવા તોતિંગ વધારા સાથે જ અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાની સપાટી વટાવીને 101.66 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયો છે. જ્યારે ડીઝલનો નવો ભાવ 97.98 રૂપિયા પ્રતિ લિટર જોવા મળી રહ્યો છે. સતત વધી રહેલા ઇંધણના ભાવોને કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થશે, જેના લીધે આગામી દિવસોમાં શાકભાજી અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધવાની આશંકાથી સામાન્ય જનતાનું બજેટ ખોરવાઈ ગયું છે.

આ સમાચાર શેર કરો