VIDEO/ પેપર લીક અને અશ્લીલ વાતચીત: લખનૌમાં યુનિવર્સિટીના પ્રોફેસર સામે કડક પગલાંની માંગ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો , જ્યાં ડૉ. પરમજીત સિંહ નામના પ્રોફેસર પર એક વિદ્યાર્થી સાથે અત્યંત વાંધાજનક અને અશ્લીલ વાતચીત કરવાનો તેમજ પરીક્ષાનું પેપર લીક કરવાનો ગંભીર આક્ષેપ લાગ્યો હતો . આ કથિત વાતચીતનો એક ઓડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો .આ ઘટના સામે આવ્યા બાદ શૈક્ષણિક જગતમાં ભારે ખળભળાટ મચી ગયો હતો . વિદ્યાર્થી સંગઠનો અને વાલીઓ દ્વારા આરોપી પ્રોફેસર સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી . યુનિવર્સિટી પ્રશાસન અને સ્થાનિક પોલીસ દ્વારા આ વાયરલ ઓડિયોની સત્યતા તપાસવા અને પેપર લીકના આરોપોની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી હતી . પોલીસ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી



