મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

VIDEO: ગોંડાની સરકારી હોસ્પિટલમાં ઉંદરોના ત્રાસનો વીડિયો વાયરલ, વડાપ્રધાન મોદીનું સ્વચ્છતા વિઝન અને ગ્રાઉન્ડ રિયાલિટી

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મો

તસવીર: gstv

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું હતું કે સ્વચ્છતા એ ભારતીય સંસ્કૃતિનો એક સહજ ભાગ બની જશે. પીએમ મોદીનું આ વિઝન દેશને સ્વચ્છ બનાવવા તરફ પ્રેરિત કરે છે, પરંતુ બીજી તરફ ગ્રાઉન્ડ રિયાલિટી  કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે, જે સામાન્ય નાગરિકોમાં થોડી અકળામણ અને ચિંતા પેદા કરી શકે છે. સોશિયલ મીડિયામાં હાલ જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે ઉત્તર પ્રદેશની હોસ્પિટલની કંઈક અલગ જ વાસ્તવિકતા રજૂ કરે છે. 

આવા જ એક વિરોધાભાસી કિસ્સામાં, સોશિયલ મીડિયા પર ઉત્તર પ્રદેશના ગોંડા શહેરનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો ગોંડાની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલનો છે, જ્યાં દર્દીઓથી ભરેલા જનરલ વોર્ડમાં ઉંદરોનો મોટો ત્રાસ જોવા મળ્યો હતો. વોર્ડની અંદર દર્દીઓની આસપાસ ઉંદરો મુક્તપણે ફરતા કેમેરામાં કેદ થયા હતા, જેના કારણે હોસ્પિટલ પ્રશાસનની બેદરકારી અને સ્વચ્છતાના દાવાઓ સામે મોટા સવાલો ઊભા થયા છે.

આ વીડિયો વાયરલ થતાં જ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે. ઉચ્ચ સત્તાધારીઓએ હોસ્પિટલ મેનેજમેન્ટની આ ગંભીર ક્ષતિ બદલ આકરી ઝાટકણી કાઢી છે. તેમજ હોસ્પિટલના સત્તાધીશોને આ અસ્વચ્છતા અને ઉંદરોની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે કડક આદેશો આપવામાં આવ્યા છે.

નોંધ ઃ આ વાયરલ વીડિયોની જીએસટીવી કોઈ પુષ્ટી કરતું નથી. 

આ સમાચાર શેર કરો