VIDEO: પાણેજમાં નરબલિમાં બાળકીની હત્યાનો વિડિયો સામે આવ્યો, ખોલી સમગ્ર પોલ
છોટાઉદેપુરના બોડેલી તાલુકાના પાણેજ ગામની બાળકીની હત્યા બાદનો વિડીઓ સામે આવ્યો છે. જેમાં બાળકીનો મૃતદેહ હત્ય
છોટાઉદેપુરના બોડેલી તાલુકાના પાણેજ ગામની બાળકીની હત્યા બાદનો વિડીઓ સામે આવ્યો છે. જેમાં બાળકીનો મૃતદેહ હત્યા કરાયેલી હાલતમાં મંદિરના પગથિયાં ઉપર જોવા મળ્યો છે. વિડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ગ્રામજનોએ તાંત્રિકને મેથીપાક આપી રહ્યા છે. પોલીસની તાંત્રિક અથવા અંધશ્રદ્ધાની વાતનો છેદ ઉડાડતો વિડિયો સામે આવ્યો છે. જોકે આ પહેલા પોલીસ દ્વારા જણાવવામા આવ્યું હતું કે આરોપી માનસિક રીતે અસ્વસ્થ છે. પરંતુ આ વિડીયો સામે આવ્યા બાદ કહી શકાય કે આરોપીએ બાળકીની હત્યા કર્યા બાદ માતાજીને બલી સ્વરૂપે અપર્ણ કરી છે.
