VIDEO: Valsad જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે નવરાત્રીના આયોજન સ્થળે પાણી ભરાયા
VIDEO: ગુજરાતમાં હજી ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય નથી લીધી. ત્યારે આજથી નવરાત્રીનો રંગેચં
VIDEO: ગુજરાતમાં હજી ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય નથી લીધી. ત્યારે આજથી નવરાત્રીનો રંગેચંગે પ્રારંભ પણ થઈ ચુક્યો છે. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વાપી સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જેથી નવરાત્રીના ગરબા આયોજન સ્થળે વરસાદી પાણી ભરાઈ ગયા હતા. વરસાદી પાણી ભરાઈ જતા ગરબા આયોજકો દોડતા થયા છે.
વરસાદ વિલન બનતા ખેલૈયાઓના ઉત્સાહ પર પાણી ફરી વળ્યું છે. આમ છતાં છેલ્લી ઘડીના પ્રયાસના ભાગરુપે આયોજકોએ મેદાનમાં ભરેલા પાણીના નિકાલ માટે પ્રયાસો હાથ ધર્યા હતા. હજી વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.




