મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કુદરતના ‘સફાઈ કામદાર’ ઝરખનું સુરેન્દ્રનગરમાં આગમન, જિલ્લામાં 25 જેટલી સંખ્યા નોંધાઈ

કુદરતના ‘સફાઈ કામદાર’ ગણાતા અને અત્યંત દુર્લભ એ

કુદરતના ‘સફાઈ કામદાર’ ગણાતા અને અત્યંત દુર્લભ એવા ઝરખ હવે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકા સુધી પહોંચ્યા છે. તાજેતરમાં જેસડા ગામ નજીક એક ઝરખ કેમેરામાં કેદ થતા વન્યજીવ પ્રેમીઓમાં કુતૂહલ જોવા મળ્યું છે. હાલ જિલ્લામાં ઝરખની સંખ્યા અંદાજે 25 જેટલી નોંધાઈ છે, જે હવે પ્રખ્યાત ઘુડખર અભયારણ્યની સીમ સુધી વિસ્તરી છે.મહત્વનું છે કે, વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટના શિડ્યુલ-1 માં સમાવિષ્ટ આ પ્રાણી માત્ર કચ્છના નાના રણ અને તેની આસપાસના વિસ્તારોમાં જ જોવા મળે છે. વન વિભાગ દ્વારા આ દુર્લભ જીવની સુરક્ષા માટે ખાસ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.  

આ સમાચાર શેર કરો