મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: મની લોન્ડરિંગ કેસ! અનિલ અંબાણી ગૃપની મુશ્કેલી વધી, ખંડાલાનું ફાર્મહાઉસ અને 7 કરોડથી વધુ શેર EDએ જપ્ત કર્યા

VIDEO: એન્ફોર્સમેન્ટ ડ

VIDEO: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડના કથિત બેંક છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસમાં 3 હજાર 34 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આ જપ્તી સાથે અનિલ અંબાણી ગ્રુપના અલગ અલગ કેસમાં ઈડીદ્વારા કુલ જપ્ત કરાયેલી સંપત્તિની રકમ 19 હજાર 334 કરોડ રૂપિયાથી વધુ થઈ ગયો છે.

 સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર રચાયેલી એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવેલા કેસમાંઈડીએ PMLA હેઠળ આ કાર્યવાહી કરી છે. જપ્ત કરાયેલી સંપત્તિમાં મુંબઈના ઉષા કિરણ બિલ્ડિંગમાં એક ફ્લેટપુણેના ખંડાલામાં ફાર્મહાઉસઅમદાવાદના સાણંદમાં જમીનનો ટુકડો અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના 7 કરોડ 71 લાખ શેરનો સમાવેશ થાય છે.EDના જણાવ્યા અનુસાર રિલાયન્સ કોમ્યુનિકેશનઅને તેની ગ્રુપ કંપનીઓએ સ્થાનિક તેમજ વિદેશી બેંકો પાસેથી કથિત રીતે લીધેલી લોનમાંથી કુલ 40 હજાર 185 કરોડ રૂપિયા બાકી છે.

આ કેસમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાપંજાબ નેશનલ બેંકબેંક ઓફ બરોડા અને LIC સહિતની બેંકોની ફરિયાદોના આધારે CBIએ ગુનો દાખલ કર્યો હતો.  EDએ જણાવ્યું કે જપ્ત કરાયેલી સંપત્તિનું વિસર્જન રોકવા અને પીડિત બેંકો તેમજ જાહેરહિતોનું રક્ષણ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યું છે. PMLAની કલમ 8 હેઠળ આ સંપત્તિ કાયદેસર દાવેદારોને પરત કરવામાં આવશે. આ મામલે તપાસ ચાલુ છે.

આ સમાચાર શેર કરો