VIDEO: અમૃતસરમાં અડધી રાત્રે ધડાકો: અજનાલા પોલીસ સ્ટેશન પાસે રહસ્યમય વિસ્ફોટથી પંથકમાં ફફડાટ
VIDEO: પંજાબના અમૃતસરમાં મોડી રાત્રે થયેલ

VIDEO: પંજાબના અમૃતસરમાં મોડી રાત્રે થયેલા એક રહસ્યમય વિસ્ફોટથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાયો છે.. અજનાલાના પિંડી સૈદા પોલીસ સ્ટેશન પાસે થયેલા આ બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે.. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી.
પંજાબના અમૃતસર સ્થિત અજનાલાના પિંડી સૈદા પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે રહસ્યમય બ્લાસ્ટ થતા ચકચાર મચી ગઈ હતી. રાત્રે અંદાજે દોઢ વાગ્યે થયેલા આ વિસ્ફોટનો અવાજ ડ્યુટી પરના અધિકારીઓએ સાંભળ્યો હતો, જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયું નથી.. અમૃતસરના ડીએસપી ગુરિંદર સિંહ નાગરાના જણાવ્યા અનુસાર પોલીસ ટીમો દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે.




