VIDEO: ચાંદખેડામાં ઓનલાઇન ડિલિવરી કરતી કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ, શેડનો ભાગ પણ ધરાશાયી
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઓનલાઇન ડિલિવરી કરતી કંપનીના ગોડાઉનમાં ભીષણ આ
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઓનલાઇન ડિલિવરી કરતી કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની સાતથી વધુ ગાડીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરવામાં આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડા સમયમાં આખા ગોડાઉનને ઝપેટમાં લઈ લીધું હતું.
ગોડાઉનના શેડનો ભાગ પણ ધરાશાયી થઈ ગયો
ગોડાઉનના શેડનો ભાગ પણ ધરાશાયી થઈ ગયો હતો. હાલમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું સામે આવ્યું છે. જોકે ફાયરની ટીમ દ્વારા હાલ કાટમાળ નીચે કુલિંગ કરવાની કામગીરી ચાલી રહી છે.
જાહેરાત





