મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હિંમતનગરના એક મૉલના સંચાલકે એક્સપાયરી ડેટવાળું પીણું પધરાવ્યું

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા હિંમતનગરમાં આવેલા એક જાણીતા મૉલમાં ગ્રાહકને એક્સપાયરી ડેટ

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા હિંમતનગરમાં આવેલા એક જાણીતા મૉલમાં ગ્રાહકને એક્સપાયરી ડેટવાળું થમ્પ અપ પધરાવી દેવાની ઘટના સામે આવી છે. જેથી ગ્રાહકે મૉલ સંચાલકેને રજૂઆત કરી હતી. પરંતુ મૉલ સંચલકોએ ગ્રાહકને ઉદ્ધતાઈ કરી હતી. 


હિંમતનગરના એક ગ્રાહકે નવ માર્ચે થમ્સ-અપ ખરીદી હતી. પરંતુ ગ્રાહકનું ધ્યાન બોટલ પર લખેલી તારીખ પર જોતા ખ્યાલ આવ્યો કે, આ પીણું 19 ફેબ્રુઆરીએ એક્સપાયર થઈ ગયું છે. જેથી ગ્રાહકે મૉલ સંચાલક પાસે જઈ શાંતિથી પોતાની રજૂઆત કરી હતી. જોકે મૉલ સંચાલકે ઉદ્ધતાઈ બતાવતા મૉલની બેદરકારીને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો