મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ ચાંદખેડા વિસ્તારમાં ધોળા દિવસે બંધ મકાનમાંથી લાખોની ચોરી

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ધોળા દિવસે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી મોટી ઘરફોડ ચોરીને અંજામ આપ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ધોળા દિવસે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી મોટી ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે. પરિવાર વતનમાં મંદિરના કામ અને દર્શનાર્થે ગયો હતો ત્યારે અજાણ્યા તસ્કરોએ મકાનમાં ઘૂસી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ 13 લાખ 58 હજાર 800 રૂપિયાની મત્તાની ચોરી કરી હતી. તસ્કરોએ લોખંડના દરવાજાનો નકુચો તોડી અને બેડરૂમની તિજોરીઓના લોક તોડીને હાથ સાફ કર્યો હતો. ઘટનાની જાણ થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ચાંદખેડા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો