મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: સામાન્ય જનતા પર મોંઘવારીનો મોટો બોજ, મોંઘવારીએ માઝા મૂકી

દેશના ચાર મુખ્ય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં અચાનક થયેલા વધા

તસવીર: gstv

દેશના ચાર મુખ્ય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં અચાનક થયેલા વધારાને કારણે સામાન્ય જનતા પર મોંઘવારીનો મોટો બોજ આવી પડ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો થતાં હવે પેટ્રોલ રૂપિયા 97.77 અને ડીઝલ રૂપિયા 90.67 પર પહોંચી ગયું છે, જ્યારે કોલકાતામાં સૌથી વધુ રૂપિયા 3.29ના વધારા સાથે પેટ્રોલનો ભાવ રૂપિયા 108.74 અને ડીઝલનો ભાવ રૂપિયા 95.13 થઈ ગયો છે. આર્થિક રાજધાની મુંબઈમાં પણ રૂપિયા  3.14ની વૃદ્ધિ થતાં પેટ્રોલ હવે રૂપિયા 106.68 અને ડીઝલ રૂપિયા 93.17ના ભાવે મળી રહ્યું છે, તેમજ ચેન્નાઈમાં પેટ્રોલના ભાવ રૂપિયા 103.67 અને ડીઝલના રૂપિયા 95.25 પર પહોંચી ગયા છે. એકતરફ જયપુર, ભોપાલ અને ચંદીગઢ જેવા શહેરોમાં હજુ જૂના ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે, ત્યારે મેટ્રો શહેરોમાં થયેલો આ તોતિંગ વધારો ટ્રાન્સપોર્ટેશન અને ચીજવસ્તુઓના ભાવમાં વધારો કરી શકે તેવી શક્યતા છે. આ નવા ભાવ વધારાએ મધ્યમ વર્ગના બજેટને ખોરવી નાખ્યું છે અને વાહનચાલકોમાં ભારે ચિંતાની લાગણી જન્માવી છે.

આ સમાચાર શેર કરો