VIDEO/ બાંગ્લાદેશમાં ભારતના નિયુક્ત હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ બાલીગંજમાં કર્યું મતદાન

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બાંગ્લાદેશમાં ભારતના આગામી હાઈ કમિશનર તરીક

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બાંગ્લાદેશમાં ભારતના આગામી હાઈ કમિશનર તરીકે નિયુક્ત થયેલા દિનેશ ત્રિવેદીએ કોલકાતાના બાલીગંજ ખાતેના યુનાઈટેડ મિશનરી પ્રાઈમરી ટીચર્સ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ મતદાન મથક પર પોતાનો મત આપ્યો હતો. મતદાન કર્યા બાદ તેમણે આ પ્રક્રિયાને લોકશાહીનો ઉત્સવ ગણાવ્યો હતો અને ચૂંટણી પંચ સહિત સુરક્ષા દળોની સરાહના કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત