મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવાનો મહત્વનો નિર્ણય, રાષ્ટ્રપતિની મંજૂરી બાદ વટહુકમ જાહેર

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં

તસવીર: gstv

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવાનો મહત્વનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી બાદ આ મુદ્દે વટહુકમ જારી કરવામાં આવ્યો છે. આ વટહુકમથી સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની મંજૂર સંખ્યા 33માંથી વધારીને 37 કરવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશને બાદ કરતાં કુલ સંખ્યા 38 થશે. આ વટહુકમ તાત્કાલિક અમલમાં આવ્યો છે. ચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં બિલ રજૂ કરીને તેને કાયમી બનાવવામાં આવશે. હાલમાં સુપ્રીમ કોર્ટમાં 93 હજાર 617 કેસ પેન્ડિંગ છે. વધુ ન્યાયાધીશોની નિમણૂકથી કેસોના નિકાલમાં વેગ આવશે.

આ સમાચાર શેર કરો