VIDEO: પટણા યુનિવર્સિટીમાં હલ્લાબોલ: CM નીતીશ કુમાર વિરુદ્ધ વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ, પોલીસ સાથે ઘર્ષણ
VIDEO: પટના યુનિવર્સિટીમાં મુખ્યમંત્રી નીતીશ કુમા
VIDEO: પટના યુનિવર્સિટીમાં મુખ્યમંત્રી નીતીશ કુમાર વિરુદ્ધ વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો હતો.. વિવિધ પડતર માંગણીઓ અને શિક્ષણ નીતિના વિરોધમાં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચેના ઘર્ષણ થયું હતું.
પટના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજ્યું હતું.. આ આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓએ સરકારની નીતિઓ સામે રોષ વ્યક્ત કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા.. વિરોધ પ્રદર્શનના દ્રશ્યોમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું.
શિક્ષણ વ્યવસ્થા અને રોજગાર જેવા મહત્વના મુદ્દાઓને લઈને વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી પાસે જવાબ માંગ્યો હતો, જેના કારણે યુનિવર્સિટી કેમ્પસમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.






