મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: ગુજરાતમાં ગરમીએ એવો હાહાકાર મચાવ્યો, લોકો ચાલતા-ચાલતા રસ્તા પર ઢળી રહ્યા છે

રસ્તાઓ પર દોડતી ૧૦૮ ની એમ્બ્યુલન્સની સાયરન અત્યારે ચેતવણીની ઘ

રસ્તાઓ પર દોડતી ૧૦૮ ની એમ્બ્યુલન્સની સાયરન અત્યારે ચેતવણીની ઘંટડી વગાડી રહી છે. ગુજરાતમાં ગરમીએ એવો હાહાકાર મચાવ્યો છે કે લોકો ચાલતા-ચાલતા રસ્તા પર ઢળી રહ્યા છે. છેલ્લા અઠવાડિયામાં જ કેસોમાં ૪૩ ટકાનો પ્રચંડ વિસ્ફોટ થયો છે.

૧૦૮ ઇમરજન્સી સેવા પર લોડ વધ્યો

સનસ્ટ્રોક અને ડીહાઈડ્રેશન અત્યારે અદ્રશ્ય હત્યારા બનીને ફરી રહ્યા છે. તમારો એક નાનકડો પ્રવાસ તમને હોસ્પિટલના ખાટલે પહોંચાડી શકે છે? જાણો, આ મોતના તાપથી બચવાનો એકમાત્ર રસ્તો. આકાશમાંથી વરસતી આગ હવે લોકોને બેભાન કરી રહી છે. સૂર્યના કિરણો સીધા જીવલેણ સાબિત થઈ રહ્યા છે. ૧૦૮ ઇમરજન્સી સેવા પર લોડ વધ્યો છે. દરરોજ સરેરાશ ૮૩ કેસ માત્ર ગરમીના કારણે નોંધાઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો