VIDEO: આરોગ્ય વિભાગે ખોરાકમાં ભેળસેળ કરનારાઓ સામે રાજ્યવ્યાપી કડક ઝુંબેશ હાથ ધરી
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ઉનાળાની સિઝનને ધ્યાને રાખી ખોરાકમાં
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ઉનાળાની સિઝનને ધ્યાને રાખી ખોરાકમાં ભેળસેળ કરનારાઓ સામે રાજ્યવ્યાપી કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત એપ્રિલ મહિનામાં ચાર હજાર 193 એકમોની તપાસ કરી 18 એકમોને સીલ કરવામાં આવ્યા છે. આ કામગીરી દરમિયાન 1.83 લાખની કિંમતનો એક હજારથી વધુ કિલોનો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરાયો હતો.જ્યારે 270 એકમોને નોટિસ પાઠવી 118 નમૂનાઓ લેબ તપાસ માટે મોકલાયા છે. રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓને બક્ષવામાં નહીં આવે અને તેમણે નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ વધુ નફો કમાવાની લાલચે વેચાતા હલકી ગુણવત્તાના આઈસ્ક્રીમ કે ઠંડા પીણાનો બહિષ્કાર કરી માત્ર સ્ટાન્ડર્ડ પ્રોડક્ટનો જ આગ્રહ રાખે.






