મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભરૂચના દહેજ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો

ભરૂચના દહેજ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કિરપાલસિંહ સોલંકી 60 હજાર રૂપિયાની લાંચ

ભરૂચના દહેજ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કિરપાલસિંહ સોલંકી 60 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. એક કોન્ટ્રાક્ટર પાસે કામદારના અકસ્માતે મોતની જાહેરાત કરવા અને પી.એમ. રિપોર્ટની નકલ આપવાના બદલામાં આ લાંચ માંગવામાં આવી હતી.શરૂઆતમાં પોલીસકર્મીએ 1 લાખ રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ રકઝક બાદ 60 હજાર નક્કી થયા હતા. કોન્ટ્રાક્ટરે આ અંગે ભરૂચ લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કર્યો હતો. એસીબીએ સફળતાપૂર્વક છટકું ગોઠવીને લાંચિયા પોલીસકર્મીને રકમ સ્વીકારતા જ દબોચી લીધો હતો.  

આ સમાચાર શેર કરો