મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2026નું આયોજન, યોજાશે રાજ્યનું પ્રથમ ઝેન્ડર ઇકિવિટી રાઉન્ડ ટેબલ

અમદાવાદમાં આગામી 15 મેના રોજ ગુજર

અમદાવાદમાં આગામી 15 મેના રોજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા GCCI ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતને ભારતના ટકાઉ વિકાસના મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવાનો છે. “ભારતના સસ્ટેનેબલ વિકાસનું એન્જિન 2047 અને 2070 સુધીનો રોડમેપ થીમ પર આધારિત આ રાષ્ટ્રીય કક્ષાની સમિટમાં ગ્રીન ફાઇનાન્સ, કાર્બન માર્કેટ અને ઔદ્યોગિક ડીકાર્બનાઈઝેશન જેવા મહત્વના પાસાઓ પર IIM અમદાવાદ અને CEPT જેવી અગ્રણી સંસ્થાઓના સહયોગથી ચર્ચા કરવામાં આવશે.

આ ઇવેન્ટમાં 10થી વધુ ક્લાઈમેટ-ટેક સ્ટાર્ટઅપ્સ પોતાના ઇનોવેશન્સ રજૂ કરશે અને રાજ્યનું પ્રથમ ઝેન્ડર ઇકિવિટી રાઉન્ડ ટેબલ પણ યોજાશે, જે મહિલા નેતૃત્વ અને સમાન વિકાસ પર ભાર મૂકશે. વિશેષ રૂપે, આ સમગ્ર સમિટને પર્યાવરણને અનુકૂળ રાખવા માટે GCCI દ્વારા ઓપેરશનલ નેટઝીરો અભિગમ અપનાવવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો