મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: NEET UG પરીક્ષા રદ થવા મામલે ગુજરાત કોંગ્રેસ એક્શનમાં, મુખ્ય પ્રવક્તા ડૉકટર મનીષ દોશીએ સરકાર પર લગાવ્યો આરોપ

NEET UG પરીક્ષા રદ થવા મામલે કોં

NEET UG પરીક્ષા રદ થવા મામલે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉકટર મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે, પરીક્ષાના બે દિવસ પહેલા જ 5 રાજ્યોમાં પેપર જવાબ સાથે લીક થઈ ગયું હતું, જેનું એપી સેન્ટર રાજસ્થાનનું સીકર છે. દેશના 22 લાખ અને ગુજરાતના 85 હજારથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ક્રૂર મજાક થઈ છે. અગાઉ ગુજરાત આ કૌભાંડોનું કેન્દ્ર હતું અને કૌભાંડીઓને રાજકીય રક્ષણ મળી રહ્યું હોવાનો આરોપ લગાવીને સરકારે નૈતિક જવાબદારી સ્વીકારવી જ જોઈએ. તેવી માંગ કરી છે.

આ સમાચાર શેર કરો