VIDEO: પૂર્વાચલ એક્સપ્રેસવે પર ગર્જ્યા ફાઈટર પ્લેન! સુખોઈ-તેજસે હાઈવે પર કર્યું લેન્ડિંગ, પાકિસ્તાન અને ચીનને સ્પષ્ટ સંદેશ
VIDEO: ઉત્તર પ્રદેશમાં પ્

VIDEO: ઉત્તર પ્રદેશમાં પ્રૂર્વાચલ એક્સપ્રેસ પર ભારતીય વાયુ સેનાએ તાકાતનું પ્રદર્શન કર્યું હતું. એક્સપ્રેસ વેની રન વે પટ્ટી પર સુખોઇ, જેગુઆર અને એમઆઇ 17 અને તેજસ જેવા ફાઈટર પ્લેન ઉતારી નવી તાકાત બતાવી હતી. આ પ્રદર્શનથી ભારતે પાકિસ્તાન અને ચીનને સંદેશો આપ્યો હતો.
ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં પૂર્વાચલ એક્સપ્રેસ હાઈવે પર ભારતીય વાયુસેનાએ તેની તાકાતનું પ્રદર્શન કર્યું છે. હાઈવે પર બનાવેલી ૩ કિલોમીટર લાંબી એરસ્ટ્રિપ પર જગુઆર સુખોઈ-30 મિરાજ- 2 હજાર તેજસ અને MI-17 V5 હેલિકોપ્ટર સહિત અનેક લડાકુ વિમાનો અને હેલિકોપ્ટરોએ ટચ-એન્ડ-ગો લેન્ડિંગ તેમજ ટેકઓફનો યુદ્ધ અભ્યાસ કર્યો.લડાકુ વિમાનોની ગર્જનાથી આખો વિસ્તાર ગુંજી ઊઠ્યો હતો. આ અભ્યાસ જોવા માટે સ્થાનિક લોકોની મોટી ભીડ ઉમટી પડી હતી. આ અભ્યાસનો મુખ્ય હેતુ યુદ્ધ અથવા રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિમાં હાઈવેને વૈકલ્પિક રન-વે તરીકે વાપરવાનો છે. જો દુશ્મન વાયુસેના એરબેઝને નિશાન બનાવે તો હાઈવે પરની એરસ્ટ્રિપ પરથી લડાકુ વિમાનોનું સંચાલન થઈ શકે.
320 મિલીમીટર જાડી આ સ્ટ્રિપ સુખોઈ જગુઆર મિરાજ જેવા ભારે વિમાનો જેવા મોટા પરિવહન વિમાનોના વજનને સહન કરવા સક્ષમ છે. અભ્યાસ દિવસે તેમજ રાત્રે બંને સમયે કરવામાં આવ્યો હતો. ભારતે પાકિસ્તાન અને ચીન જેવા દુશ્મનોને મજબૂત જવાબ આપવા માટે દેશના અનેક એક્સપ્રેસવે પર એરસ્ટ્રિપ્સ બનાવી છે. હવે હાઈવે માત્ર મુસાફરીનું સાધન નહિ પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાનું મહત્વનું સાધન બની ગયા છે.





