VIDEO: રાજૌરીમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના ગંભીર મુઘલ

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના ગંભીર મુઘલાન વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ શરૂ થઈ હતી. ઓપરેશન શેરુવાલી તેના નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ચૂક્યું હતું, જેના કારણે દોરીમાલ જંગલ વિસ્તારમાં ભારે શેલિંગ અને તીવ્ર ગોળીબાર થયો હતો. સુરક્ષાદળોએ આખા જંગલ વિસ્તારને ચારેય તરફથી ઘેરી લીધું હતું અને આતંકીઓ વિરૂદ્ધ સખત સૈન્ય કાર્યવાહી હાથ ધરી હતી. આ સંયુક્ત ઓપરેશનનો હેતુ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓનો સફાયો કરવાનો હતો. સંવેદનશીલ સ્થિતિને જોતા આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળોએ રહેવાની સલાહ આપવામાં આવી હતી.




