VIDEO: દિલ્હીના કૃષ્ણા નગરમાં યુવક પર જીવલેણ હુમલો, સ્થાનિકોમાં ભારે રોષ
દિલ્હીના શાહદરા વિસ્તારમાં આવેલા કૃષ્ણા નગરમાં ગઈકાલે રાત્રે એક ભયાનક ઘટના બન
દિલ્હીના શાહદરા વિસ્તારમાં આવેલા કૃષ્ણા નગરમાં ગઈકાલે રાત્રે એક ભયાનક ઘટના બની હતી. અહીં એક યુવક પર અજાણ્યા શખ્સો દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે અને આસપાસના CCTV ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.
જાહેરાત








