મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગણદેવી સુગરમાં ચૂંટણી જંગ, ખેડૂતલક્ષી મુદ્દાઓને લઈ બે પેનલના આક્ષેપ-પ્રતિઆક્ષેપ

સમગ્ર એશિયામાં સૌથી વધુ સુગરના ભાવો આપતી ગણદેવી સુગ

તસવીર: gstv

સમગ્ર એશિયામાં સૌથી વધુ સુગરના ભાવો આપતી ગણદેવી સુગરમાં હાલ સહકારી રાજકારણ ભર ચોમાસે આગ વરસાવી રહ્યું છે, ખેડૂતોને આર્થિક સ્થિતિ સભ્ય બને તેવા મુદ્દા ને લઈને બે પક્ષો એ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે, હાલ ચૂંટણીનો માહોલ શરૂ થતા સમન્વય પેનલ અને સહકાર પેનલ પોત પોતાના પ્રચારમાં કમરકસી છે જેમાં ઇથેલોન ના પ્રોજેક્ટનો મુદ્દો મુખ્ય બની ગયો છે, 100 કરોડનું મૂલ્ય ધરાવતો ઇથેલોન પ્રોજેક્ટ અસફળ રહ્યો હોવાના મુદ્દા ને લઈને બંને પેનલ એકબીજા ઉપર આક્ષેપ, પ્રતિઆક્ષેપ કરી રહી છે, સમન્વય પેનલે ઇથેલોન પ્રોજેક્ટને લઈને બંધ થઈ જવાનો આક્ષેપ કર્યો જ્યારે સહકાર પેનલ ઇથેલોન પ્રોજેક્ટ સમન્વય પેનલે શરૂ કર્યો હતો અને અમારા પર આક્ષેપ કરવામાં આવ્યો પણ અમો આ પ્રોજેક્ટ સારીરીતે કરી રહ્યા છે અને અપપ્રચારથી બચવાની વાતો સહકાર પેનલે કરી હતી. 

સમન્વય પેનલે ગણદેવી સુગરમાં ખૂબ કામો કર્યા અને અનેક વિવાદો પણ થયા તત્કાલીન ચેરમેન જયંતિ પટેલે અનેક વિવાદોના કારણે રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ સહકાર પેનલનો ડંકો વાગ્યો હતો..સહકાર પેનલમાં સાથે કામ કરનારા અભિષેક પટેલ અને અમિત પટેલ છૂટા પડ્યા અને અમિત પટેલ સમન્વય પાર્ટીનો હાથ પકડ્યો વિચારધારાની લડાઇઓ હવે ગણદેવી સુગર ફેક્ટરીમાં શરૂ થઈ છે જોકે ગત વર્ષોમાં સમન્વય પેનલને પછાડવા માટે દિવસ રાત એક કરતા અમિત પટેલ કેમ તત્કાલીન પ્રમુખના ખોળા માં બેઠા એપણ ચર્ચાનો વિષય બન્યો છે.

આ સમાચાર શેર કરો