VIDEO: મુર્શિદાબાદમાં ચૂંટણીનો પારો ગરમ! રેજીનગરના ઉમેદવાર હુમાયુ કબીરનો જીતનો વિશ્વાસ, ગણતરી કેન્દ્રની લીધી મુલાકાત
VIDEO: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણ
VIDEO: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ની મતગણતરી આજે વહેલી સવારથી શરૂ થઈ ગઈ છે, ત્યારે મુર્શિદાબાદ જિલ્લામાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રેજીનગર વિધાનસભા બેઠક પર સૌની નજર ટકેલી છે, જ્યાં આમ જનતા ઉન્નયન પાર્ટીના સ્થાપક અને ઉમેદવાર હુમાયુ કબીરે આજે મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી હતી.
વ્યવસ્થિત મતગણતરી અને એજન્ટોની હાજરી
મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધા બાદ હુમાયુ કબીરે માધ્યમો સાથે વાતચીત કરી હતી. તેમણે સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમની પાર્ટીના તમામ મતગણતરી એજન્ટો સમયસર કેન્દ્ર પર પહોંચી ગયા છે. હાલમાં મતગણતરીની પ્રક્રિયા અત્યંત વ્યવસ્થિત રીતે ચાલી રહી હોવાની પુષ્ટિ પણ તેમણે કરી હતી.



